Ticker

6/recent/ticker-posts

સ્વચ્છતા ત્યાં પ્રભુતા

 

સ્વચ્છતા ત્યાં પ્રભુતા
સ્વચ્છતા ત્યાં પ્રભુતા


              સ્વચ્છતા ત્યાં પ્રભુતા


આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણુ મહત્વ રહેલું છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી.


એક કવિએ કહ્યું છે કે -

નિર્મળ જળ હો, 

નિર્મળ પવન હો, 

હો નિર્મળ જનજીવન, 

નિર્મળના નિર્મળ થકી નગર હો નંદનવન.


મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. તેઓ જાતે જ સફાઈના કામમાં જોડાઈ જતા. આપણે પણ સફાઈના કામમાં શરમ ન રાખવી જોઈએ. સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ રહેલો હોય છે. આપણું ઘર હોય કે શાળા-કોલેજ, શેરી-મહોલ્લા જાહેર સ્થળો બધેજ સ્વચ્છતા ખૂબ જરૂરી છે.


તો મિત્રો ચાલો,

સ્વચ્છતાનો દીપ પ્રગટાવીએ,

ગંદકીના અંધકારને ભગાવીએ.


માનવ માત્રનું એ પરમ કર્તવ્ય છે કે પોતાની આસપાસ જળવાઈ રહે તેવા પ્રયાસો કરે. બીજા કોઈ માટે નહિ પરંતુ પોતાના માટે સ્વચ્છતા જરૂરી છે.


રસ્તા પર કચરો ફેકી, ખુલ્લામાં શૌચ કરી, પાન-મસાલા ખાઈ ગમે ત્યાં પિચકારી મારતા લોકો, જાહેરમાં થુકતા, નાક સાફ કરતા તેમજ નદીઓમાં કચરો નાખતા લોકો આખુ ગામ, શહેર, દેશ બધુજ ગંદુ કરે છે.


ગંદકી આપણા દેશમાં રાષ્ટ્રીય રોગ બની ગયો છે. ગંદકી થી હજારો બીમારીઓ ફેલાય છે. સ્વચ્છતા રાખવાથી આપણે અગણિત બીમારીઓ થી બચી શકીએ છીએ.


સાંભળો અમારા સૌની અરજ,

સ્વચ્છતા છે સહીયારી ફરજ.


સ્વચ્છતા આપણા માટે ફાયદાનો સોદો છે. આ કોઈ એકનું કામ નથી. આપણે સૌએ હળીમળીને સ્વચ્છતા અભિયાન ચલાવી ગંદકીના સામ્રાજ્યને દુર કરવા જોઈએ. આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે - 'હું કચરો ગમે ત્યાં ન નાખતા કચરા પેટીમાં જ નાખીશ. હું પોતે ગંદકી કરીશ નહીં અને કોઈને ગંદકી કરવા દઈશ નહિ'.


છેલ્લે હું એટલું જ કહીશ કે -

હૈયે રાખો એક વિચાર,

સ્વચ્છતા એ જ જીવનનો આધાર.


      My blog 

🌍 Gkbyishak

🌎 Makelifehappy89

🌎 Ishakansari.blogspot.com    


Post a Comment

0 Comments