જો મને પાંખો હોય તો...If I had wings ... |
જો મને પાંખો હોય તો...
મારી દાદી મને રોજ જુદી જુદી વાર્તાઓ કહે છે. તેમાં પરીઓની વાત આવે છે. પરી (Fairy) પોતાની પાંખ હલાવી પળવારમાં ત્યાંથી અહીં અને અહીંથી ત્યાં જઈ શકે છે. પરીને કોઈ જ બંધન ન હોય. મનેય થાય છે કે જો મને પાંખો હોય તો....તો... તો મજાજ પડી જાય. અમારા બેન અમને ગીત ગવડાવે છે - ચકલી ઊડે ફરરર..., કાબર ઊડે ફરરર... ત્યારે મનેય થાય છે કે હું પણ ઊડું ફરરર...
જો મને પાંખો હોય તો...If I had wings ... |
મને એક કવિતા ગાવાનું મન થાય છે -
"ઓ રૂપાળી પરી.... (2)
તું દેને મને પાંખ તારી...
તન-મનમાં ઉલ્લાસ ભરી.... (2)
હું જાઉં ગગમાં સરી..."
જો મને પાંખો હોય તો હું ઊંચા આકાશમાં ઊડવા લાગું. ક્યારેક નદી ઉપરથી ઊડું, તો ક્યારેક પહાડોની કોતરોમાં ઊડું, ક્યારેક ખડ-ખડ વહેતા ઝરણા પરથી ઊડું, તો ક્યારેક બગીચામાં ફૂલો પરથી ઊડું.
જો મને પાંખો હોય તો...If I had wings ... |
જો મને પાંખો હોય તો... તો ઘણાં બંધનોમાંથી મને મુકિત મળી જાય. પંખીઓને કેવી મજા હોય છે! સવારે પોતાની માળામાંથી નીકળવાનું અને આખો દિવસ મજા કરી સાંજે માળામાં પાછો આવવાનું. પંખીઓ કોઈ પણ બંધન વગર કોઈ પણ ગામ, શહેર કે દેશમાં જઈ શકે છે. જ્યારે માનવીને એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે વીઝાની જરૂર પડે છે. પણ જો મને પાંખો હોય તો હું આખી દુનિયામાં ફરું. આ ધરતી ઉપર રહેતા જાત જાતના અને ભાત ભાતનાં બાળ-મિત્રોને મળું અને, અને એ પણ વગર ટિકિટે.
જો મને પાંખો હોય તો તેનો ઉપયોગ હું માત્ર ફરવામાં જ ન કરતાં મારા જેવા બીજા નાના ભૂલકાઓને મદદરૂપ થાઉં. તેમજ તેમના નિર્મળ ચહેરા ઉપર મુસ્કાન રેલાવી દઉં.
જો મને પાંખો હોય તો... ફરી પેલી કવિતા ગાઉં.
જો મને પાંખો હોય તો...If I had wings ... |
"તન-મનમાં ઉલ્લાસ ભરી.... (2)
હું જાઉં ગગમાં સરી...
વાદળની સાથે રમું પેટ ભરી... (2)
અને મિત્રો જોયા કરશે આંખ ભરી...
હું જાઉં સરરર ગગનમાં સરી...
0 Comments