એક બાળકના મુખે......
સાહેબ, મને સાંભળો તો ખરા!
Sir, listen to me!
|
"સાહેબ, મને સાંભળો તો ખરા!" Sir, listen to me! |
મને એક કાવ્યની બે પંક્તિ ઓ યાદ આવે છે."મારે ઊડવું છે પંખીની જેમ, ઉંચા ગગનને આંબવું છે.
મારે જાવું છે વાદળને સંગ, તારાઓ સંગ મારે રમવું છે."
આ કાવ્ય ત્રીજા ધોરણમાં અમારા બેન ગવડાવતા હતા. એ વખતે અમે ખૂબ જ ઉમંગથી આ કાવ્ય ગાતા હતાં. પણ આ કાવ્યનો જે ભાવ છે તેની ખબર હવે પડે છે, આ કાવ્યમાં કવિ કહે છે કે, - બાળકને પંખીની જેમ મુક્ત મને વિહરવા દેવો જોઈએ. પણ આવું થાય છે ખરું? મને લાગે છે કે બાળકની સ્વતંત્રતા આજે છીનવાઈ ગઈ છે. અમારા સાહેબ જ્યારે 20-20 પાના ભરીને હોમવર્ક આપે છે અને પરીક્ષા નજીક હોવાથી વાંચવાનું પણ કહે છે, ત્યારે અમે મૂંઝવણમાં મૂકાઈ જઈએ છીએ કે અમારે આટ-આટલું બધું લખવાનું ક્યારે? અને વાંચવાનું ક્યારે? ત્યારે કહેવાનું મન થાય છે કે, Sir, listen to me! "સાહેબ, મને સાંભળો તો ખરા!" પણ સાહેબનું વલણ જોઈને આવું કહી શકાતું નથી.
|
"સાહેબ, મને સાંભળો તો ખરા!" Sir, listen to me! |
એવું કહેવાય છે, કે - જેણે વધારે દિવાળી જોઈ હોય તેને વધારે ખબર પડે, પણ અમે થોડી દિવાળી જોઈ હોય તો અમને થોડી ઘણી તો ખબર પડે ને? પણ મોટેરાઓ અમને ગણકારતાં જ નથી અને અમને બોલવાની સહેજે તક આપતા નથી. શિક્ષક વર્ગમાં ભણાવતા હોય અને અમને કંઈક કહેવાનું મન થાય ત્યારે શિક્ષક હમણાં નહીં પછી કહજે એમ કહી બેસાડી દે છે.
|
"સાહેબ, મને સાંભળો તો ખરા!" Sir, listen to me! |
શિક્ષકને મૂડ ના હોય તો ફલાણું પાઠ કાઢીને વાંચો અને લખો એવી સુચના આપીને પોતે પણ કંઇક લખવા બેસી જાય છે, તો અમારે પણ મૂડ જેવું કંઈક હોય કે નહીં? માંડ પ્રોક્ષી તાસ આવ્યું હોય એમાંય અમને બહાર રમવા જવાનું મળતું નથી. અરે! ક્યારેક તો રમતનું તાસ હોય ત્યારે પણ અમારે વર્ગખંડમાં બેસી રહેવું પડે છે. ત્યારે કહેવાનું મન થાય છે, કે -Sir, listen to me! "સાહેબ, મને સાંભળો તો ખરા!"
|
"સાહેબ, મને સાંભળો તો ખરા!" Sir, listen to me! |
આખો દિવસ વર્ગખંડમાં બેસવાનું, શિક્ષકનું ટક-ટક સાંભળવાનું, બાળકનું પણ સાંભળવું જોઈએ ને? શું બાળકના મનમાં કોઈ વિચાર નથી ચાલતો? એની પોતાની કોઈ લાગણી ન હોય? કોઇ શિક્ષક કડક હોય તો એના પ્રત્યે અમારા મનમાં ગુસ્સો પણ હોય! તો કોઈ મોટી ઉંમરના શિક્ષક અમને દાદા જેવા પણ લાગે. પણ અમારી લાગણી જણાવવાનો મોકો અમને મળતું નથી.
|
"સાહેબ, મને સાંભળો તો ખરા!" Sir, listen to me! |
અમને વાર્તા કહેવાનું મન થાય ત્યારે શિક્ષક વિજ્ઞાનના પ્રયોગો સમજાવે છે. મેદાનમાં રમવાની ઈચ્છા થાય ત્યારે ઇતિહાસના પ્રશ્નોનો મારો ચલાવે છે. ગાવાનું મન હોય ત્યારે ગણિતના દાખલા ગણવા આપી દે છે અને ઘેર જવાનો સમય થાય ત્યારે ગીતો ગવડાવે છે. અને..... અને..... આટ આટલું કરીને અમે આખો દિવસ કંટાળી જઈએ છીએ. પણ અમારું સાંભળે કોણ? ત્યારે કહેવાનું મન થાય છે, કે - Sir, listen to me! "સાહેબ, મને સાંભળો તો ખરા." પણ કહી શકાતું નથી.
|
"સાહેબ, મને સાંભળો તો ખરા!" Sir, listen to me! |
થોડાક વર્ષોથી 'ભાર વિનાનું ભણતર' નું સૂત્ર સરકાર દ્વારા વહેતો મૂકવામાં આવ્યો છે. પણ અમારા દફતરનું વજન જોઈને તો 'ભાર સાથેનું ભણતર' લાગે છે. પણ સાહેબ, સાંભળે તો ને! ફરીથી પેલી કવિતા બોલવાનું મન થાય છે,........
|
"સાહેબ, મને સાંભળો તો ખરા!" Sir, listen to me! |
" મારે ઊડવું છે પંખીની જેમ, ઉંચા ગગનને આંબવું છે.
મારે જાવું છે વાદળને સંગ, તારાઓ સંગ મારે રમવું છે."
છેલ્લે હું એટલું જ કહીશ કે, - આજે મને બોલવાની તક આપી તે સૌ મહાનુભાવોનો ખૂબ-ખૂબ આભાર. મેં મારા બાળમિત્રોના માનસનો સમગ્ર ચિતાર આપની સમક્ષ રજૂ કર્યો છે. આશા રાખીએ કે હવેથી અમારે કહેવું ના પડે કે, - Sir, listen to me! "સાહેબ, મને સાંભળો તો ખરા!" અને અમારી ઇચ્છાઓ, ભાવનાઓ, લાગણીઓ પ્રત્યે થોડી ઘણી તો ધ્યાન આપવામાં આવશે જ!
અસ્તુ, જય હિન્દ, જય ભારત.......
|
"સાહેબ, મને સાંભળો તો ખરા!" Sir, listen to me! |
0 Comments