Makelifehappy89.blogspot.com |
મને આવેલું ગાંધીજીનું સ્વપ્ન : Gandhiji's dream that came to me
साबरमती के संत तुने कर दिया कमाल।।
ना चलाया तीर ना बंदूक उठाई।
सत्य-अहिंसा के बल पर हमें आजादी दिलाई।।
આવા, લોકોના દિલમાં અમર થઈ ગયેલા, આપણા બાપુ નું નામ હતું - મોહનદાસ કરમચંદ ગાંધી.
કરમચંદ અને પૂતળીબાઈ ના ચાર સંતાનો માંથી મોહનદાસ સૌથી નાના હતા. આ છેલ્લો દીકરો સૌથી તેજસ્વી હતો. જે આગળ જઈને સત્યનો પૂજારી બન્યો અને ભારતનો જ નહીં, વિશ્વભરનો માનીતો, લોકપ્રિય,લોકનેતા બન્યો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિની ઉજવણી થઈ. તે દિવસે અમારા ગુરુજીઓ તથા આચાર્યશ્રીએ ગાંધીજીના જીવન વિશે ઊંડાણ થી વાત કરી. હું ગાંધીજીના જીવન પ્રસંગો અને વિચારોથી પ્રભાવિત થયો. મેં ગાંધીજી વિશે વધુ જાણવા ગાંધીજી ને લગતા નિબંધો તથા લેખો વાંચ્યાં. હું ગાંધીમય થઈ ગયો હતો. અહીં જોઉં તો ગાંધી... ત્યાં જોવું તો ગાંધી..... બસ ગાંધી....ગાંધી.... ને ગાંધી.....
ગાંધીજીના વિચારોમાં ને વિચારોમાં રાત્રે હું ક્યારે સુઈ ગયો.... તે મને ખબર જ ન પડી.... ઊંઘમાં પણ હું ગાંધીજી વિશેની આ પંક્તિ ગણગણતો હતો....
ना चलाया तीर ना बंदूक उठाई।
सत्य-अहिंसा के बल पर हमें आजादी दिलाई।।
અને.... અચાનક મને અંધારામાં એક આકૃતિ દેખાઈ. હું ગભરાઈ ગયો. આકૃતિ ધીમે ધીમે મારી નજીક આવી રહી હતી. હું હેબતાઇ ગયો અને ભાગવા જતો હતો એવામાં અવાજ આવ્યો - " બેટા, ઉભો રહે ! ક્યાં જાય છે? હું તને મળવા આવ્યો છું અને તું મને જોઈને ભાગી રહ્યો છે. " મારી સમક્ષ સાક્ષાત ગાંધીજી ઉભા હતા. મેં ગાંધીજી ને નમન કર્યા, બાપુએ વહાલથી મારા માથે હાથ ફેરવ્યા.
મેં કહ્યું -" ગાંધીજી તમે અચાનક અહીં? મને તો વિશ્વાસ નથી થતો." ગાંધીજી થોડા ચિંતિત જણાતા હતા. તેઓ જાણે કહી રહ્યા હતા -" બેટા, મારા માટે દેશની આઝાદીનો અર્થ માત્ર અંગ્રેજી શાસનથી મુક્તિ પૂરતો ન હતો પરંતુ ગરીબી, નિરક્ષરતા, અસ્પૃશ્યતા જેવી બદીઓથી મુક્ત ભારત નું પણ મારું સ્વપ્ન હતું. માત્ર રાજનીતિમાં સ્વતંત્રતા નહોતો ઈચ્છતો પરંતુ આર્થિક,સામાજિક અને આત્મિક ઉન્નતિ પણ હું ઈચ્છતો હતો. "
મેં કહ્યું - "બાપુ તમે તો મહાન વ્યક્તિ છો." બાપુએ મને તરત બોલતા અટકાવ્યા અને કહ્યું કે -" માત્ર હું મહાન નથ પરંતુ પ્રત્યેક માનવ મહાન છે. બસ માત્ર સત્ય અને અહિંસાને રસ્તે ચાલવું પડે અને લક્ષ્ય નક્કી કર્યા પછી એ લક્ષ્યને વળગી રહેવું પડે. લક્ષ્ય નો રસ્તો પણ લક્ષ્ય જેવો જ સુંદર હોય છે. "
મેં કહ્યું -" ગાંધીજી આપનો માર્ગ અહિંસક હતો. આપે અહિંસક લડાઈ લડી ને દેશને મહામૂલી આઝાદી અપાવી હતી. પરંતુ બીજા ક્રાંતિકારીઓ અને ખુદ સુભાષચંદ્ર બોજ પણ માનતા હતા કે આપણી અહિંસક લડાઈથી આઝાદી નહીં મળે. કોઈ શિલ્પી ટાંકડાથી શિલ્પ બનાવે ત્યારે પથ્થર પર જેટલા ઘા થાય એટલા ઘા દરેક પ્રસંગે બાપુ! આપે સહ્યા છે. અને ત્યારબાદ સર્જાયું છે - બેનમૂન શિલ્પ,વિરાટ શિલ્પ એટલે... આપ! મોહનદાસ કરમચંદ ગાંધી. આપે સત્ય અને અહિંસાના ટાંકણે પોતાના આત્માનું શિલ્પ પ્રગટાવ્યું. એટલું જ નહિ બીજા અનેક ભારતવાસીઓના જીવનને પણ કંડાર્યું અને આજે પણ કંડારી રહ્યા છો. "
હું બોલી રહ્યો હતો અને બાપુ મને જોઈને મંદ મંદ સ્મિતવેરી રહ્યા હતા. મારા મનમાં એક કરતાં અનેક વિચારો ચાલતા હતા. ગાંધીજી મારી સામે ઉભા હતા. કયો પ્રશ્ન પુછવો તેની હું મૂંઝવણમાં હતો. એવામાં ગાંધીજીએ કહ્યું -" જો બેટા તું અત્યારે વિદ્યાર્થી છે. તારે નાના નાના લક્ષ્યો નક્કી કરી તેને સિદ્ધ કરવો જોઈએ અને પ્રમાણિકતા તથા વિનમ્રતાને કદી છોડવું ન જોઈએ. જો..... તું આમ કરીશ તો તું એક સારી અને સફળ વ્યક્તિ બનીશ. "
મેં પૂછ્યું-" બાપુ તમારા જેવા થવા શું કરવું જોઈએ? " ગાંધીજીએ કહ્યું કે " કોઈના જેવું ન થવાય. દરેક વ્યક્તિ એકબીજાથી અલગ હોય છે. દરેકમાં વિભિન્ન પ્રતિભા રહેલી છે. એ પ્રતિભાને વિકસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હા! કોઈને આદર્શ માની શકાય જેથી આપણને જીવનમાં પ્રેરણા મળતી રહે. "
થોડીવાર પછી બાપુએ કહ્યું -" બેટા ભારતમાં શું ચાલે છે? " મેં કહ્યું-" બાપુ! હાલ તો હેલ્મેટ લેવાની પડા પડી છે, લાયસન્સ લેવાની લાઇનો છે, puc જલ્દી મળતા નથી ને પોલીસવાળા ના દિવસો આવ્યા છે. ઓળખાણ ચાલતી નથી, ફક્ત તમારા ફોટાવાળી નોટો ચાલે છે. ટ્રાફિકવાળા થાકી જાય છે સિસોટીયો મારી મારીને. શાકભાજી લેવા માટે પણ હેલ્મેટ પહેરીને જવું પડે છે. "
બાપુએ કહ્યું -"બીજું શું ચાલે છે. " મેં કહ્યું તમારી ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી ચાલે છે, સ્વચ્છતા અભિયાન ચાલે છે, લોકો હવે જાગૃત થઈ રહ્યા છે. કચરો જ્યાં ત્યાં નથી નાખતા, કચરા પેટીમાં જ નાખે છે. હા.. હવે તો... પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન પણ શરૂ થઈ ગયું છે. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત ની સાથે-સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત, સ્વચ્છ ભારત ના સુત્રો પણ ચારે તરફ ગુંજે છે અને... અને મેં પૂછતાં પૂછતાં પૂછી જ લીધો કે ગાંધીજી તમારી યાદીમાં, આખા દેશમાં તમારી પ્રતિમાનું અનાવરણ થયું છે. પણ ઘણા લોકો તમારી પ્રતિમાને ખંડિત કરી તમારું અપમાન કરે છે ત્યારે મારું લોહી ઉકળી ઊઠે છે. મારા મતે તેઓ બધાને પકડી ફાંસીએ લટકાવી દેવા જોઈએ, બરાબરને.... "
ગાંધીજીએ કહ્યું -" ના ના એના બદલે બધી પ્રતિમાઓને તોડી નાખવું જોઈએ. હું તો કોઈ પણ વ્યક્તિની પ્રતિમા મુકાય એનો વિરોધ ધરાવુ છું. "
મેં કહ્યું -" કેમ બાપુ! આવું કેમ બોલો છો? તમારા જન્મ દિવસે નેતાઓ તથા લોકો તમારી પ્રતિમાને હારતોરા કરે છે કે મને બહુ ગમે છે, અને... "
અને અચાનક જાણે હું કઈ બાબળતો હોવું એવું લાગ્યું. હું બોલી રહ્યો હતો....
ना चलाया तीर ना बंदूक उठाई।
सत्य-अहिंसा के बल पर हमें आजादी दिलाई।।
અને મારી મમ્મીએ મને બૂમ પાડી -" બેટા ઉઠ! જલ્દી ઉઠ! આજે શનિવાર છે, આજે તો વહેલું નિશાળે જવાનું છે, જલ્દી તૈયાર થઈને નિશાળે જા...
અને હું નિશાળે જવા માટે જલ્દી જલ્દી તૈયાર થવા લાગ્યો...
આ હતું -" મને આવેલું ગાંધીજીનું સ્વપ્ન "
Gandhiji's dream that came to me |
0 Comments