Patient and Doctor: A Comedy Play |
દર્દી અને ડૉક્ટર : એક હાસ્ય નાટક
Patient and Doctor: A Comedy Play
-- રસ્તામાં
(બે મિત્રો સોહન અને રોહન રસ્તામાં વાતો કરતા જઈ રહ્યા છે. તેઓ બર્થડે પાર્ટીમાં ગયા હતા અને એ વિશે વાતો કરી રહ્યા છે.)
સોહન : મિત્ર! આજે તો બર્થડે પાર્ટીમાં બહુ જ મજા આવી નહીં કે! it's ok!
રોહન : હા ખાવાનું પણ બહુ જ સરસ હતું. મેં તો ખૂબ ધરાઈને ખાધું, how sweet!
સોહન : હા હું પણ રોજ કરતાં વધારે ખાઈ ગયો, it's ok!
રોહન : મને પેટમાં કંઈક થાય છે, how sweet!
સોહન : શું થયું? it's ok!
રોહન : પેટમાં ગરબડ જેવું લાગે છે, how sweet!
સોહન : પેટમાં ગરબડ છે તો પછી how sweet કેમ કહે છે? it's ok!
રોહન : યાર એ તો મારો તકિયાકલામ છે, ઓ બાપા મરી ગયો રે! how sweet!
સોહન : it's ok! ચાલ ત્યાં સામે દવાખાનું છે ત્યાં લઈ જાઉં, it's ok!
રોહન : હા હા જલ્દી ચાલ, મરી ગયો રે! how sweet!
-- દવાખાનામાં
(સોહન રોહનને પકડીને દવાખાને લઈ જાય છે.)
સોહન : હેલો કોઈ છે? મારા મિત્ર ને પેટમાં દુખે છે, it's ok!
કમ્પાઉન્ડર : શું થયું? કેમ બૂમો પાડો છો? શાંતિથી ઊભા રહો પછી બધી વાત કહો. હું બચુ, બચુલાલ! હું કમ્પાઉન્ડર છું, I am very smart!
રોહન : મરી ગયો રે! how sweet!
સોહન : ભાઈ તું સ્માર્ટ હોય એથી શું? અમે તો ડૉક્ટરને જ બતાવીશું, it's ok!
કમ્પાઉન્ડર : એમ નહીં, પહેલા કેસ કઢાવવો પડે, કેસના પૈસા આપવા પડે સમજ્યા, I am very smart!
રોહન : મરી ગયો રે! how sweet!
કમ્પાઉન્ડર : એક બાજુ મરી ગયો એમ કહે છે અને બીજી બાજુ how sweet કહે છે. તમે મને ઉલ્લુ તો નથી બનાવતા ને? I am very smart!
સોહન : ના ભાઈ, એ તો એનો તકિયાકલામ છે. જલ્દી ડૉક્ટરને બોલાવો નહીં તો એને કંઈક થઈ જશે, it's ok!
-- ડૉક્ટરનો પ્રવેશ
ડૉ. શાહ : અલ્યા બચુ! દવાખાનામાં આટલો બધો આવાજ શેનો છે? I am gold medalist!
કમ્પાઉન્ડર : સાહેબ આને પેટમાં દુખે છે, ને આ ભાઈ ધમાલ મચાવી રહ્યા છે. તે તમને તો ખબર જ છે I am very smart!
સોહન : ડૉક્ટર સાહેબ! અમે બે મિત્રો બર્થડે પાર્ટીમાં ગયા હતા, ત્યાંથી પાછા આવતા હતા ત્યારે રસ્તામાં આને પેટમાં દુખાવો ઉડ્યો, તે તપાસી આપોને, એને પેટમાં ખુબ દુખાવો થાય છે, it's ok!
રોહન : ઓ બાપ રે, મરી ગયો રે! how sweet!
ડૉ. શાહ : જલ્દી કરો! ચાલો, દર્દીને ટેબલ પર સુવડાવો. નર્સ ક્યાં છે? I am gold medalist!
નર્સ : એ અહીં છું સાહેબ! હમણાં જ આવી છું. થોડું મોડું થઈ ગયું, I am so beautiful!
ડૉ. શાહ : ઓપરેશન સાધનો ક્યાં છે? પેટીમાં, મારી પેટી લાવો, દર્દીને ટેબલ પર લાવો, I am gold medalist!
(કમ્પાઉન્ડર, નર્સ વગેરે બધા દર્દીને પકડીને ટેબલ પર સુવડાવવા પ્રયત્ન કરે છે. દર્દી બૂમો પાડે છે, ડૉક્ટર તપાસે છે.)
નર્સ : સાહેબ આને એનેસ્થેસિયા આપીને બેહોશ કરવો પડશે, નહીં તો આ આપણને તપાસવા નહીં દે, I am so beautiful!
ડૉ. શાહ : નર્સ! અત્યારે આ સિરિયસ મેટર લાગે છે, તારું તકિયાકલામ રહેવા દે, ઇન્જેક્શન લાવ! I am gold medalist!
(નર્સ ઇન્જેક્શન લાવીને આપે છે.)
ડૉ. શાહ : દર્દીને તકલીફ વધારે લાગે છે, પેટ ચીરીને દેખવું પડશે કે પ્રોબ્લેમ શું છે? કમ્પાઉન્ડર જલ્દીથી ઓપરેશન પેટી લાવ તો, I am gold medalist!
કમ્પાઉન્ડર : હા સાહેબ, I am very smart!
(ડૉક્ટર ઓપરેશન કરે છે.)
ડૉ. શાહ : અરે! આના પેટ માંથી તો આ ચમચીને વાટકી મળ્યા. તમે લોકો બર્થ-ડે પાર્ટીમાં આવું બધું ખાવા ગયા હતા? I am gold medalist!
(ઓપરેશન થઇ ગયાના થોડા સમય પછી દર્દી ભાનમાં આવે છે. ડૉક્ટર દર્દીને પૂછે છે.)
ડૉ. શાહ : બોલો! હવે તમને કેવું લાગે છે? I am gold medalist!
રોહન (દર્દી) : હવે મને સારુ લાગે છે, how sweet!
સોહન : હાસ! તને સારુ થઈ ગયું, હું તો ઘભરાય જ ગયો હતો, ચાલ ધીમેથી અહીંથી સરકી જઈએ. નહિ તો ઓપરેશનના પૈસા આપવા પડશે અને હા, હવે પછી કોઈ પણ ભોજન સમારોહ જાય તો ખાવા-પીવાનું ધ્યાન રાખજે. અતિ હંમેશા નાશ નોતરે છે, it's ok
ડૉ. શાહ : કમ્પાઉન્ડર દર્દી પાસેથી ઓપરેશન અને દવાના પૈસા લઇ લે જો!
કમ્પાઉન્ડર : ડૉક્ટર સાહેબ! એતો ભાગી રહ્યા છે, પકડો...પકડો... I am very smart!
(ડૉક્ટર અને કમ્પાઉન્ડર દર્દીને પકડવા દોડે છે, પણ બંને મિત્રો પકડમાં આવતા નથી. પડદો પડે છે.)
0 Comments